હું એટલું શીખ્યો છું…


….કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.

….કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.

….કે તમે મારો દિવસ સુધારી દીધોએવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે.

…..કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.

…..કે દયાળુ અને માયાળુ બનવું તે ખરા બનવા કરતા વધારે સારું છે.

….કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર કરવો જોઈએ.

…..કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.

…..કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.

…..કે દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી હોય છે, જે તેને સમજી શકે.

…..કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવેતેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !

…..કે આપણને બધું નથી આપ્યું ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાનછે !

…..કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.

……કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જિંદગીને સાચું સ્વરૂપઆપતી હોય છે.

…….કે દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય છે જે પ્રેમ અનેલાગણી ઝંખે છે.

…..કે આપણા ગણવાથી કે ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, એટલેહકીકતનો સ્વીકાર કરતાં શીખવું.

….કે સમય કરતાં પણ પ્રેમમાં દરેક ઘાને રુઝવવાની શક્તિ રહેલી છે.

….કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રતિભાશાળી લોકોવચ્ચે રહેવું છે.

….કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જોઈએ.

…..કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમે પ્રેમ માં પડો !

…..કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી !

…. કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી નથી. આપણે જો ઝડપી લઈએ તોબીજુ કોઈક ઝડપી લેવા તૈયાર હોય છે.

…..કે તમે જો કટુતાકડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવાજતી રહેશે ! એમને અંદરોઅંદર જરાય બનતું નથી !

….કે બોલેલા શબ્દોને દરેક જણાને નરમ અને મીઠાશભર્યાં રાખવા જોઈએ,કારણ કે કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને પાછા ગળવાનોવારો આવે તો તકલીફ પડે !

….કે સુંદર મજાનું સ્મિત ચહેરાની સુંદરતા વિના મૂલ્યે વધારવાનું એકઅદ્દભુત ઔષધ છે.

….કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદાદાદીની ઘરડી આંગળી પોતાનીનાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો દાદાદાદીને જિંદગી જીવવાનોટેકો આપે છે. એમને જિંદગી સાથે બાંધે છે.

….. કે દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છે. પણ સાચો આનંદઅને વિકાસ ત્યાં સુધી પહોંચવામાં હોય છે.

….. કે કોઈને શિખામણ ફક્ત બે સંજોગોમાં આપવી જોઈએ : એક, જો સામીવ્યક્તિએ માંગી હોય અને બીજું, જો એના જીવનમરણ નો સવાલ હોય.

….. કે અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથીથઈ શકે છે.

….. કે સારા મિત્રો અદ્દભુત ખજાના જેવા હોય છે. લોકો તમારા ચહેરાનેસ્મિતની ભેટ આપે છે, તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારીવાતો (ઘણી વખત તો સાવ ફાલતુ વાતો) પણ ધ્યાનથી તેમજ રસથી સાંભળેછે, તમારી નિ:સ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હૃદયના દરવાજા હંમેશ હંમેશતમારા માટે ખુલ્લા રાખે છે.


About સાહિલ ચૌહાણ

સાહિલ એટલે કિનારો.........
This entry was posted in વિચાર્. Bookmark the permalink.

1 Response to હું એટલું શીખ્યો છું…

  1. આ તમારું લખાણ છે?

Leave a comment