નયનને બંધ રાખીને


નયનને બંધ રાખીને મે જયારે તમને જોયાં છે

તમે છો એના કરતા પણ વધારે તમને જોયાં છે

ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ

મને સહેરા એ જોયો છે બહારેતમને જોયાં છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ

નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયાં છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,

ખુલી આંખે મે મારા ઘરનાં દ્રારે તમને જોયાં છે

નહિં તો આવી રીતે તો તરે નહિં લાશ દરિયામાં

મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે

ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકુ છું,

હું થાક્યો છું તો એક એક ઉતારે તમને જોયાં છે.

નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈએ,

ખબર છે એ જ કે મનનાં મુંઝારે તમને જોયાં છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કંઈ કહેતો હતો ‘બેફામ’

એ સાચું છે અમે એના મઝારે તમને જોયાં છે.
Advertisements
Posted in કવિતા, ગઝલ | Leave a comment

પૂછો તો ખરા


પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા…
પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા…
દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા…
મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા…

by અવિનાશ વ્યાસ

Posted in ગઝલ | Leave a comment