કર્મ ની વાત…..


અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…

જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..

જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

About સાહિલ ચૌહાણ

સાહિલ એટલે કિનારો.........
This entry was posted in વિચાર્. Bookmark the permalink.

Leave a comment