તીરછી નજર


” કે તારા કાજળભર્યા નયનોનાં કામણ,
ને  વળી  તીરછી  નજર  નું  આમંત્રણ..!!
પાગલ,    પરવશ,   ભટકતો  રહ્યો,
મારી બરબાદીનું,એજ છે  એક કારણ..!!

============ ==

પ્રિય મૃગનયની,

હું,  તારો પ્રિતમ,  સાવ અડાબીડ એકલતાના  જંગલનો, એકમાત્ર ધણી.

ન જાણે કઈ ઘડી-પળે, તુજ સંગ  નજર,  એક  કરી બેઠો..!!

તારી તીરછી નજરના, માદક આમંત્રણને ટાળવાનું, આ પામરનું  શું ગજું..!!

બસ, અડાબીડ એકલતાના જંગલના રાજને ત્યજીને, તારા નયનમાં વસવા માટે, મોહવશ, તારી પાછળ-પાછળ ચાલી નીકળ્યો.

પણ..રે..અફસોસ..!!  એક હાથવ્હેંત છેટેના અંતરે, દેખાતી તું,   ક્યારેય  મારા  હસ્તક  થઈ  નહીં…!!

આજે  પણ, હું તારું પગેરું દબાવતો ફરું છું, મારા હાલ-હવાલ નિહાળીને, મને સહુકોઈ,  હવે પાગલને, પરવશ કહે છે..!!

શું, વારંવાર મને દિશાભ્રમમાં નાંખીને  તું, મારી આવી પરવશ, પાગલ અવદશાનો આનંદ તો નથી માણતીને?

કદાચ આ  જ સજા છે કે, મેં સ્વીકાર્યું, તારૂં તીરછી નજરનું આમંત્રણ?

અડાબીડ એકલતાના જંગલના રાજાને, શમણાં જોવાની જરૂર જ  ક્યાંથી  હોય? પરંતુ..હવે..!!

તારા સહવાસનાં, અનેક શમણાંમાં, પ્રત્યેક ક્ષણમાં, હું રાચું છું   ત્યારે,  આ જ  શમણાં,  હવે નયનમાં કસ્તરની જેમ ખૂંચે છે, પ્રિયે..!!

મારા રોમ-રોમની સફર કરીને,આ  ઠગારાં, માયાવી  શમણાં, છે,,,ક,   હ્યદયદ્વારે   આવી  પહોંચ્યાં  છે   ત્યારે,

આ જ શમણાં, હવે કાળજાને કોરતા,  કોઈ  નસ્તરરૂપે   નડી  રહ્યાં   છે..!! તું જ  કહે,  પ્રિયે, આ પીડા, હું  કોને કહું..!!

પ્રિયે, તને  માત્ર  હું એટલુંજ  કહીશ  કે,  તને અનુસરાતી, મારી આ  અનંત  યાત્રાના  અંતે, મારા હ્યદયમાંથી ઉઠતા…..!!

શ્વાસ-નિઃશ્વાસના  ચરણ,  ક્યારેક  અટકે  તો   તું,   કાળજું  કઠણ  રાખીને, માનજે  કે,આ તો  માયાએ   કર્યું  છે  મારણ..!!

કદાચ આ  જ સજા છે કે, મેં સ્વીકાર્યું, તારૂં તીરછી નજરનું આમંત્રણ?

અડાબીડ એકલતાના જંગલના રાજાને, પ્રીતની રીત ક્યાંથી આવડતી હોય?

હું તો એટલું જ  માનતો, જાંણતો  અને માણતો  કે, જેમ,  હું   `એક`, મારી  પોતાનીજ,  એકલતામાં ઓગળ્યો, તે   જ  પ્રકારે..!!

હા, હા,  તેમ જ..!!  તું,  મારા અલગ અસ્તિત્વને,  તારામાં  સમાવી, ` દ્વૈતમાંથી અદ્વૈત ` થઈ ઓગળી જઈશ?

પ્રિયે, ન  કરે  નારાયણને, માયાએ  રચેલા મારણના, કાતિલ ફાંસલામાં, જો  હું  ફસાઈ  જાઉં..!!

અને..!!  મારા આયખાની અવધિ, અધવચ જ,  જો  અટકી જાય…!!

તો..તો.. તું , છળને કપટના, કારસાનું  કાઢજે,  કોઈ  એક તારણ..!!

કદાચ,  આજ   સજા  છે કે, મેં સ્વીકાર્યું, તારૂં  તીરછી નજરનું આમંત્રણ?

Advertisements

About સાહિલ ચૌહાણ

સાહિલ એટલે કિનારો.........
This entry was posted in કવિતા. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s