.1.
ચાલને, માણસમાં થોડું વહાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.
બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.
કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
હાલસોયી દીકરી ઘરથી વળાવી જોઈએ.
કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ, દોત,
એકબીજાના ખભે એને ચલાવી જોઈએ.
બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.
.2.
એક તો તારો મને પયાર્ય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી.
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચુલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
ંક મારી તું હવાને આટલી દોડાવ ના,
ધુળ છે કે મ્હેક એનો ભેદ પરખાતો નથી.
એક માણસ ક્યારનો આંસુ લુછે છે બાંયથી,
આપણાથી તોય ત્યાં રુમાલ દેવાતો નથી.
ડાળથી ટું પડેલું પાંદડું પુછયા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભુલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રતો નથી.
.3.
એક મોકો મેં ગુમાયો, કોઈને ક્હેશો નહીં,
હું મને ના ઓળખાયો, કોઈને ક્હેશો નહીં.
આંખને બદલે દયથી એ મને વાંચી ગયો,
મેં અભણ એને ગણાયો, કોઈને ક્હેશો નહીં.
શબ્દ કેવળ દૃ યથી કૈં લોક થઈ જાતો નથી,
કર્ચવધ હું જોઈ આયો, કોઈને કહેશો નહીં.
બસ ખુશીથી જાળમાં એ માછલી કુદી પડી,
જીવ પાણીથી ધરાયો, કોઈને કહેશો નહીં.
આયનો પર્તીબીંબ મારું જોઈને બોયો હતો,
જાતમાં તું ભેરવાયો, કોઈને ક્હેશો નહીં.
એક વેળા ઈરે પુછયું તને શું જોઈએ ?
માગવામાં છેતરાયો, કોઈને ક્હેશો નહીં.
.4.
ઘડી બે હાથનો ખોબો થયો,
ત્યારથી આ જીવનો સોદો થયો.
ત્યાં હવાની હેસીયત બીલકુલ નથી,
જો ગઈ જળમાં તો પરપોટો થયો.
મોભ થઈ માથે સતત રહેતો હતો,
એ જ માણસ ભીંત પર ફોટો થયો.
બાગ પરણાવે પવનથી મ્હેંકને
જાણે કન્યાદાનનો મોકો થયો.
કોઈને નાનો ગણે તો માન,
એટલો તારો અહમ મોટો થયો.

.5.
પડઘાની વાત છોડો, પણ બુમ તો પડાશે,
ખુદને મળી જવાનું, વાતાવરણ રચાશે.
ઘરડાં થયેલા વૃક્ષે, ટપાથને કું કે,
મારાથી છાંયડો નહી, બસ બાંકડો થવાશે.
અરની પાલખી લઈ, ઉભો હશે પવન, પણ,
તારાથી દોત કેવળ, બારી સુધી જવાશે ?
દીવાનગીનો ફાળો ઓછો નથી પર્ણયમાં,
હારી ગયાં કે જીતી, બે ભુલી શકાશે.
મીતર્ો, તમે જવાદો, આ ભાગ્યની છે પીડા,
પાણીમાં માછલીનાં આંસુ નહીં લુછાશે.
.6.
યો, દીવાની આબરુ જળવાઈ ગઈ,
ાર પર આવી હવા ફંટાઈ ગઈ.
લની ફોરમ બધે ચચાર્ઈ ગઈ.
માવજત માળીની બસ વીસરાઈ ગઈ.
વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
ંક તો ચુલા ઉપર વપરાઈ ગઈ.
કોણ પડછાયા ઉપાડી જાય છે ?
એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ.
સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હુંફ પણ સીવાઈ ગઈ.
મેં ગુમાવી એમ મારી મુગ્ધતા,
મ દરીયામાં નદી ખોવાઈ ગઈ.

.7.
તું એક વખત સઘં લઈ લે, આ દદર્ હજારો શા માટે ?
આ પાન વગરનાં વૃક્ષો પર, આ ડાળનો ભારો શા માટે ?
હું ાસ લઉં તારી જોડે, બી તો બધે બસ હાં ં ં,
આ લ બગીચામાં ખુશ છે, અરથી પનારો શા માટે ?
અવતાર મયો છે ઝરણાંનો, સંભાળ હવે પવર્ત લેશે,
તું મત રહે બસ વહેવામાં, પથ્થરમાં ઉતારો શા માટે ?
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કૈં લાખ સીતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે ?
સૌ ાસ લખાવી આયા છે, બે–ચાર વધારે કે ઓછા,
પળવાર રહે ઝાકળ લે, ઉપવનનો ઈજારો શા માટે ?
વીાસ ગયો માણસમાંથી,
ા ય ખુટી ગઈ ઈરમાં,
અખબાર મળે લોહી છાંટી, એવી જ સવારો શા માટે ?
તું જાય મળી મુજને પર્ીતમ, મંજુર નથી એ કારણથી,
* શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે ?
(* તરહી પંક્તી )
.8.
પહેલા અંદર પછીથી બ્હાર થશે,
એમ બદલાવ આરપાર થશે.
મત્યને લાગે જો હવાની તરસ,
તો જ પાણીમાં ફેરફાર થશે.
લ પાસે છે મ્હેંકની મીકત,
શું પવન પણ પગારદાર થશે ?
ટોચ…પવર્તની ખીણ જોઈ ગઈ,
એ હવેથી ઈમાનદાર થશે.

જોઈ લે તું જાત જલદીથી,
માતર્ અજવા ં એકવાર થશે.
.9.
ના પડછાયા વડે છાંયો પડયો,
પહેલાં એના પર અહીં તડકો પડયો.
દીકરા સાચે જ તું મોટો થયો,
બાપનો આ મહેલ પણ નાનો પડયો ?
રુપ તો સાબીત થશે પણ ગુણ વીશે ?
લની ફોરમનો ક્યાં ફોટો પડયો ?
વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
લ, ડાળી, પાનનો મોભો પડયો.
પાંખ પીંખાઈ અને પીંછાં ખયાર્ં,
ક્યાં હવામાં એક પણ ગોબો પડયો ?
જળના જાણે ાસ લાગી માછલી,
જાળ નાંખી હુંય છોભીલો પડયો.
ાસનો ગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીના શહેરમાં ભુલો પડયો.
.10.
સાવ ખાલી મેં હથેળીને પાવી રાખી,
એ રીતે આબરુ ઈરની બચાવી રાખી.
તું પવન છે અને ંકાય અહીં, માનું ં,
મેંય નીસબત પછી ખુ બુથી બનાવી રાખી.
ચારબાજુથી અહીં તીર સતત વરસે છે,
જીવવું કેમ આ ટહુકાને દબાવી રાખી ?

મ્યાન તલવાર કરી ત્યાં જ જગત જીતાયું,
જ ંગની એ જ છબી ઘરમાં મઢાવી રાખી.
કોઈ કારણ ન હતું તોય તમે વાત કરી,
એ જ કારણથી અમે વાત વધાવી રાખી.
.11.
આ જગત અમને કાવે વાતમાં કૈં દમ નથી,
પણ દયના મામલે હારી જતાં નાનમ નથી.
સુખની કીંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી હે કમ નથી.
આ હવાની એક મયાર્દા જુઓ કાયમ રહી,
હરઘડી એ ાસ બનવાને અહીં સક્ષમ નથી.
આ બધાં પર્તીબીંબ અંદર બ્હારથી બદલાય બસ,
માતર્ દપર્ણ વેચવાનો આપણો ઉપકર્મ નથી.
બસ તમે નક્કી કરી યો, લવું કે રવું ?
એક પણ મોસમ તમારી ડાળ પર કાયમ નથી.
.12.
ભીડ સાથે ચાલવાનું, આપણાથી નહીં બને,
ને બધા વા થવાનું, આપણાથી નહીં બને.
તું દય મારું તપાસી દોતી કર અહીં,
જાતને શણગારવાનું, આપણાથી નહીં બને.
હું અઢી અક્ષરની વાતો જાણવા માંડયો બધી,
પણ તને સમજાવવાનું, આપણાથી નહીં બને.
તું ભલે વરસાદ જો બારીએથી દોત, પણ,
સાવ કોરા રહી જવાનું, આપણાથી નહીં બને.
આપણું અળગા થવું મંજુર રાખું પણ તને,
કાળથી કાપવાનું, આપણાથી નહીં બને.
મારી રીતે જીવને હું શીવ બનાવું ં પરંતુ;
રોજ પથ્થર પુજવાનું, આપણાથી નહીં બને.
.13.
જન્મ દઈ પહેરાવી ખુદની ચામડી,
રોજ સીવતી હુંફની બા ગોદડી.
એમ જોયું બા વગરનું ઘર અમે,
જળ ગયું ને કાંઠે રહી ગઈ નાવડી,
અમને ચાંચે ચણ ને પાંખે પીંછાં દઈ,
તું અચાનક કેમ બહુ ઊંચે ઊડી ?
જીવતી ગીતા હતી બા કૃ ણની,
કમર્થી એ ના કદી ટી પડી.
સાવ સાદું ને સરળ જીવન જીવી,
એણે પગમાં પહેરી ન્હોતી પાવડી.
હે પર્ભુ, હર જન્મમાં આ બા મળે,
તું કહે તે રાખું બાધા .આખડી,
હું કવીતા શું લખું ÔધનુબાÕ વીશે,
યો, મને ઓછી પડી બારાખડી
Advertisements

About સાહિલ ચૌહાણ

સાહિલ એટલે કિનારો.........
This entry was posted in વિચાર્. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s